GU/Prabhupada 1059 - દરેક વ્યક્તિને ભગવાન સાથે એક વિશેષ સંબંધ છે

Revision as of 09:56, 3 April 2015 by Rishab (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 1059 - in all Languages Category:GU-Quotes - 1966 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

660219-20 - Lecture BG Introduction - New York

જેમજ વ્યક્તિ ભગવાનનો ભક્ત બની જાય છે, તેને ભગવાન સાથે સીધો સંબંધ સ્થાપિત થાય છે. તે ખૂબ લાંબુ વિષય છે,પણ તેને ટુકમાં પણ કહી શકાય છે, કે એક ભક્ત ભગવાન સાથે પાંચ રીતે સંબંધ જોડી શકે છે. વ્યક્તિ એક નિષ્ક્રિય ભાવથી પણ ભક્ત થઇ શકે છે, વ્યક્તિ સક્રિય ભાવેથી પણ ભક્ત થઇ શકે છે, વ્યક્તિ મિત્રના રૂપે પણ ભક્ત થઇ શકે છે, વ્યક્તિ વડીલના રૂપે પણ ભક્ત થઇ શકે છે. અને પ્રેમીના રૂપે પણ વ્યક્તિ ભક્ત બની શકે છે. તો અર્જુન ભગવાન સાથે મિત્રના સંબંધમાં ભક્ત હતો ભગવાન મિત્ર બની શકે છે હા,આ મૈત્રી અને આ ભૌતિક જગતની મૈત્રી જે આપણને મળે છે, તેઓમાં ખાડીનો તફાવત છે.આ એક દિવ્ય મૈત્રી છે જે... એમ નથી કે બધાને ભગવાન સાથે સંબંધ હશે બધાને ભગવાન સાથે કોઈ વિશેષ સંબંધ છે અને તે વિશેષ સંબંધ ભક્તિમય સેવાની સિદ્ધિથી પુન: સ્થાપિત થાય છે. જીવનના પ્રસ્તુત સ્તીથીમાં આપણે માત્ર ભગવાનનેજ ભૂલી નથી ગયે છીએ, પણ આપણે ભગવાન સાથેનો આપણો શાશ્વત સંબંધ પણ ભૂલી ગયા છે. દરેક જીવ,લાખો અને અરબો જીવો માંથી દરેક જીવને ભગવાન સાથે એક વિશેષ સંબંધ છે,શાશ્વત રૂપે. તેને કેહવાય છે સ્વરૂપ.સ્વરૂપ. અને ભક્તિની તે વિધિથી વ્યક્તિ પોતાના સ્વરૂપને ફરી વિકસિત કરી શકે છે. અને તે સ્તીથીને કેહવાય છે,સ્વરૂપ સિદ્ધિ,વ્યક્તિની સંવિધાનિક સ્તીથીની પૂર્ણતા. તો અર્જુન એક ભક્ત હતો અને તે પરમ ભગવાનના સાથે મૈત્રીના સંબંધમાં સંપર્કમાં હતો. હવે,આ ભગવદ ગીતા અર્જુનને સમજાવામાં આવેલું છે,અને કેવી રીતે અર્જુને તેને સ્વીકારી? તેને પણ નોંધવું જોઈએ.કેવી રીતે અર્જુને સ્વીકાર કર્યું તે દસમાં અધ્યાયમાં કેહ્વાયેલું છે . જેમ કે:અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિ દેવં અજામ વિભુમ(ભ.ગી.૧૦.૧૨) આહુસ તવામ રુશયાહ સર્વે દેવર્શીર નારાદસ તથા અસીતો દેવલો વ્યાસો સ્વયં ચૈવ બ્રવીસી મેં(ભ.ગી.૧૦.૧૩) સર્વં એટદ રિતમ મન્યે યન માં વાદાસી કેશવ ન હી તે ભગવાન વ્યક્તિમ વિદુર દેવ ન દાનવ(ભ.ગી.૧૦.૧૪) હવે,અર્જુન કહે છે,પરમ ભગવાનથી ભગવદ ગીતાને સાંભળીને તે કૃષ્ણને પરમ બ્રહ્મનાં રૂપે સ્વીકાર કરે છે બ્રહ્મ.દરેક જીવ બ્રહ્મ છે. પણ પરમ જીવ અથવા તો પરમ ભગવાન પરમ બ્રહ્મ છે. અને પરમ ધામ.પરમ ધામ એટલે કે તે બધાના સૌથી મહાન વિશ્રામ સ્થળ છે. અને પવિત્રમ.પવિત્રમ એટલે કે બધા ભૌતિક કલુષથી શુદ્ધ છે. અને તેને પુરુષમ કેહવાય છે.પુરુષમ એટલે કે પરમ ભોક્તા; શાશ્વતમ,શાશ્વત એટલે કે તે સૌથી પેહલાથી છે,તે પ્રથમ પુરુષ છે. દિવ્યમ,દિવ્ય;દેવં,પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અજમ,કદી તે જન્મ નથી લેતા;વિભુમ,સૌથી મહાન. હવે કોઈ સંદેહ કરી શકે છે,કે કૃષ્ણ અર્જુનન મિત્ર હતા, તેથી તેમને આ બધું તેમના મિત્રને કીધું હશે. પણ અર્જુન ભગવદ ગીતાનાં પાઠકોન મનમાં સંદેહને નીકાળવા માટે તે તેનો મત અધિકારીયોનાં આધારે સ્થાપીત કરે છે. તે કહે છે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરન રૂપે સ્વીકૃત છે માત્ર સ્વયં અર્જુન દ્વારા જ નહિ, પાને તેમને નારદ,અસિત,દેવળ,વ્યાસ જેવા અધિકારીયો દ્વારા પણ માન્ય/સ્વીકૃત છે આ વ્યક્તિયો મહાન વ્યક્તિયો છે વૈદિક જ્ઞાનને વિતરિત કરવા માટે. તે બધા આચાર્યો દ્વારા સ્વીકૃત છે. તેથી અર્જુન કહે છે કે,"જે પણ તમે મને કીધું છે હજી સુધી, હું તેને પૂર્ણ રૂપે સિદ્ધ માનું છું."