GU/Prabhupada 1067 - આપણે ભગવદ ગીતાને કોઈ પણ અર્થઘટન વગર સ્વીકાર કરવી જોઈએ, કોઈ પણ કાપ મૂક્યા વગર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


660219-20 - Lecture BG Introduction - New York

સંપૂર્ણ વ્યવસ્થા છે નાના સંપૂર્ણ ભાગો, જીવો, માટે સંપૂર્ણનો સાક્ષાત્કાર કરવા માટે. અને બધા પ્રકારની અપૂર્ણતા તે પૂર્ણના અપૂર્ણ જ્ઞાન કારણે અનુભવ કરવામાં આવે છે. તો ભગવદ ગીતા વૈદિક બુદ્ધિમતાનું સંપૂર્ણ જ્ઞાન છે.

આખું વૈદિક જ્ઞાન અચ્યુત છે. વિવિધ ઉદાહરણો છે જ્યાં આપણે વૈદિક જ્ઞાનને અચ્યુત માનીએ છીએ. ઉદાહરણ તરીકે, જ્યાં સુધી હિંદુઓની વાત છે, અને કેવી રીતે તેઓ વૈદિક જ્ઞાનને સંપૂર્ણ માને છે, અહી એક તુચ્છ ઉદાહરણ છે. જેમ કે ગાયનું છાણ. ગાયનું છાણ એક પશુનું મળ છે. સ્મૃતિ કે વૈદિક જ્ઞાનના અનુસાર, જો વ્યક્તિ એક પશુના મળને અડે તો તેણે પોતાને શુદ્ધ કરવા માટે સ્નાન કરવું પડે. પણ વૈદિક શાસ્ત્રોમાં ગાયના છાણને શુદ્ધ સ્વીકારવામાં આવેલું છે. ઊલટું, અશુદ્ધ જગ્યા કે અશુદ્ધ વસ્તુઓ ગો-છાણના સ્પર્શથી શુદ્ધ બને છે. હવે જો કોઈ દલીલ કરશે, કેવી રીતે તે સંભવ છે, કે એક જગ્યાએ એમ કહ્યું છે કે પશુનું મળ અશુદ્ધ છે, અને બીજી જગ્યાએ ગો-છાણ, જે પણ એક પશુનું મળ છે, તે શુદ્ધ છે, તે વિરોધાભાસી છે. પણ વાસ્તવમાં, ભલે તે વિરોધાભાસી લાગી શકે છે, પણ કારણકે તે એક વૈદિક ઉપદેશ છે, તેથી આપણા વ્યવહારિક કાર્યો માટે આપણે તેને સ્વીકારીએ છીએ. અને તે સ્વીકૃતિથી આપણે ખોટું નથી કરતા. તે આધુનિક રસાયણશાસ્ત્રીઓ દ્વારા શોધેલું છે, એક ડોક્ટર લાલ મોહન ગોસલ, તેમણે ગો-છાણનું ખૂબ બારીકીથી સંશોધન કર્યું અને જાણ્યું કે ગો-છાણ બધા પ્રકારના જંતુનાશક ગુણોથી ભરેલું છે. તો તેવી જ રીતે, તેમણે ગંગા-જળનું પણ જિજ્ઞાસાપૂર્વક વિશ્લેષણ કર્યું છે. તો મારી ધારણા છે કે વૈદિક જ્ઞાન સંપૂર્ણ છે કારણકે તે બધા સંશયો અને ભૂલોથી પરે છે. તો, અને ભગવદ ગીતા સંપૂર્ણ વૈદિક જ્ઞાનનો સાર છે. વૈદિક જ્ઞાન તેથી અચ્યુત છે. તે પૂર્ણ પરંપરા દ્વારા નીચે આવે છે.

તેથી વૈદિક જ્ઞાન સંશોધનની વસ્તુ નથી. આપણું સંશોધન કાર્ય અપૂર્ણ છે કારણકે આપણે બધું આપણી અપૂર્ણ ઇન્દ્રિયોથી શોધીએ છીએ. તેથી આપણા સંશોધન કાર્યનું પરિણામ પણ અપૂર્ણ હશે. તે સંપૂર્ણ ન હોઈ શકે. આપણે સંપૂર્ણ જ્ઞાન સ્વીકારવું જોઈએ. સંપૂર્ણ જ્ઞાન નીચે આવે છે, જેમ કે ભગવદ-ગીતામાં વ્યક્ત છે, આપણે બસ પ્રારંભ જ કર્યો છે, એવમ પરંપરા પ્રાપ્તમ ઈમમ રાજર્ષયો વિદુ: (ભ.ગી. ૪.૨). આપણે જ્ઞાન સાચા સ્ત્રોત પાસેથી પ્રાપ્ત કરવું જોઈએ, ગુરુ શિષ્ય પરંપરા દ્વારા જે સ્વયમ ભગવાનથી શરુ થાય છે. તો ભગવદ ગીતા સ્વયમ ભગવાન દ્વારા બોલાયેલી છે. અને અર્જુન, મારા કહેવાનો અર્થ છે, જે વિદ્યાર્થીએ ભગવદ-ગીતાની શિક્ષા લીધી હતી, તેણે આખી કથા તેના મૂળ રૂપે લીધી, કોઈ પણ કાપ વગર. તેની પણ અનુમતિ નથી, કે આપણે ભગવદ ગીતાનો એક ભાગ સ્વીકાર કરીએ અને બીજા ભાગનો અસ્વીકાર કરીએ. તે પણ સ્વીકાર્ય નથી. આપણે ભગવદ ગીતાને કોઈ પણ અર્થઘટન વગર સ્વીકાર કરવી જોઈએ, કોઈ પણ કાપ મૂક્યા વગર અને તે વિષયમાં આપણા કોઈ ઉપજાવી કાઢેલા તાત્પર્ય વગર, કારણકે તેને સૌથી પૂર્ણ વૈદિક જ્ઞાનના રૂપે લેવું જોઈએ. વૈદિક જ્ઞાન દિવ્ય સ્ત્રોતથી પ્રાપ્ત થાય છે કારણકે પહેલો શબ્દ સ્વયમ ભગવાન દ્વારા બોલાયેલો છે. ભગવાન દ્વારા કહેલા શબ્દોને અપૌરુષેય કેહવાય છે, અથવા આ ભૌતિક જગતના કોઈ વ્યક્તિ દ્વારા કહેલું નથી, જે ચાર દોષોથી લિપ્ત છે. આ ભૌતિક જગતનો જીવ ચાર દોષોથી લિપ્ત છે, અને તે છે ૧) તે ભૂલ કરશે જ, 2) તે ક્યારેક ભ્રમિત થશે જ, અને ૩) તે બીજાને છેતરવાનો પ્રયત્ન કરશે જ, અને ૪) તેની ઇન્દ્રિયો અપૂર્ણ છે. આ બધા ચાર દોષોથી યુક્ત, કોઈ પણ વ્યક્તિ સર્વ-વ્યાપી જ્ઞાનનો પૂર્ણ સંદેશ ના આપી શકે. વેદો તેવા નથી. વૈદિક જ્ઞાન સૌપ્રથમ બ્રહ્માજી, જે સૌથી પેહલા જીવ હતા, તેમના હ્રદયમાં આપવામાં આવ્યું હતું. અને બ્રહ્માએ તે જ્ઞાન તેમના પુત્રો અને શિષ્યોને આપ્યું જેવી રીતે તે મૂળ રૂપમાં ભગવાનથી પ્રાપ્ત થયું હતું.