GU/Prabhupada 1071 - જો આપણે ભગવાનનો સંગ કરીશું, તેમને સહકાર આપીશું, તો આપણે પણ સુખી બનીશું

Revision as of 14:50, 13 July 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 1071 - in all Languages Category:GU-Quotes - 1966 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


660219-20 - Lecture BG Introduction - New York

આપણે તે પણ યાદ કરી શકીએ છીએ કે જ્યારે આપણે "કૃષ્ણ" ની વાત કરીએ ત્યારે તે કોઈ જાતીય નામ નથી. "કૃષ્ણ" નામનો અર્થ છે સૌથી વધુ આનંદ. તેની પુષ્ટિ થયેલી છે કે પરમ ભગવાન બધા આનંદનો ભંડાર છે. આપણે બધા આનંદની ઈચ્છા કરી રહ્યા છીએ. આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૧૨). જીવો કે ભગવાન, કારણકે આપણે ચેતનાથી પૂર્ણ છીએ, તેથી આપણી ચેતના આનંદની પાછળ છે. સુખ. ભગવાન પણ નિત્ય સુખી છે, અને જો આપણે ભગવાનનો સંગ લઈશું, તેમને સહકાર આપીશું, તેમના સંગમાં ભાગ લઈશું, તો આપણે પણ સુખી બનીશું. ભગવાન આ મર્ત્ય જગતમાં અવતાર લે છે, વૃંદાવનમાં તેમની લીલાઓને પ્રદર્શિત કરવા માટે જે આનંદથી પૂર્ણ છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં હતા, તેમના ગ્વાલ બાળ મિત્રો સાથે તેમના કાર્યો હતા, અને તેમની ગોપીઓ સાથે, તેમના મિત્રો, ગોપ મિત્રો, અને વૃંદાવનના વાસીઓ સાથે અને બાળપણમાં ગોચરણની લીલાઓ, અને ભગવાન કૃષ્ણની આ બધી લીલાઓ આનંદથી પૂર્ણ હતી. આખું વૃંદાવન, વૃંદાવનના બધા લોકો, તેમની પાછળ હતા. તેઓ કૃષ્ણ સિવાય બીજું કઈ પણ જાણતા ન હતા. ભગવાન કૃષ્ણે તેમના પિતાને પણ રોક લગાવી હતી, નંદ મહારાજને દેવરાજ ઇન્દ્રની પૂજા કરવાથી, કારણકે તેઓ સ્થાપિત કરવા ઈચ્છતા હતા કે પરમ ભગવાન સિવાય બીજા કોઈ પણ દેવતાની ઉપાસના કરવાની જરૂર નથી. કારણકે જીવનનું અંતિમ લક્ષ્ય છે પરમ ભગવાનના ધામમાં પાછા જવું. ભગવાન કૃષ્ણના ધામનું વર્ણન ભગવદ ગીતાના ૧૫માં અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં થયું છે,

ન તદ ભાસયતે સૂર્યો
ન શશાંકો ન પાવક:
યદ ગત્વા ન નિવર્તન્તે
તદ ધામ પરમમ મમ
(ભ.ગી. ૧૫.૬)

હવે તે સનાતન આકાશનું વર્ણન... જ્યારે આપણે આકાશની વાત કરીએ છીએ, કારણકે આપણને આકાશની ભૌતિક ધારણા છે, તેથી આપણે આકાશને સૂર્ય, ચંદ્ર, તારા, તેમ વિચાર કરીએ છીએ. પણ ભગવાન કહે છે કે સનાતન આકાશમાં સૂર્યની કોઈ જરૂર નથી. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક: (ભ.ગી. ૧૫.૬). તે સનાતન આકાશમાં ચંદ્રની પણ જરૂર નથી. ન પાવક: એટલે કે ત્યાં પ્રકાશ માટે વીજળી કે અગ્નિની પણ જરૂર નથી કારણકે આધ્યાત્મિક જગત પહેલાથી જ બ્રહ્મ-જ્યોતિથી પ્રકાશિત છે. બ્રહ્મ-જ્યોતિ, યસ્ય પ્રભા (બ્ર.સં. ૫.૪૦), પરમ ધામના કિરણો. હવે આજકાલ જ્યારે લોકો બીજા ગ્રહો પર જવાનો પ્રયત્ન કરે છે, તે બહુ મુશ્કેલ નથી પરમ ભગવાનના ધામને સમજવું. પરમ ભગવાનનું ધામ આધ્યાત્મિક આકાશમાં છે, અને તેનું નામ ગોલોક છે. બ્રહ્મ-સંહિતામાં તેનું ખૂબજ સારું વર્ણન થયેલું છે, ગોલોક એવ નિવસતિ અખિલાત્મ ભૂત: (બ્ર.સં. ૫.૩૭). ભગવાન, ભલે તેમના ધામ ગોલોકમાં નિત્ય નિવાસ કરે છે, છતાં તે અખિલાત્મ-ભૂત: છે, તેમને અહીથી પણ પહોંચી શકાય છે. અને તેથી ભગવાન તેમના વાસ્તવિક રૂપનું દર્શન આપવા માટે આવે છે, સચ-ચિદ-આનંદ વિગ્રહ (બ્ર.સં. ૫.૧), જેથી આપણને કલ્પના ના કરવી પડે. કલ્પનાનો કોઈ પ્રશ્ન જ નથી.