GU/Prabhupada 1073 - જ્યા સુધી આપણે આ ભૌતિક પ્રકૃતિ ઉપર રાજ કરવાની વૃત્તિને છોડીશું નહીં

Revision as of 14:57, 13 July 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 1073 - in all Languages Category:GU-Quotes - 1966 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


660219-20 - Lecture BG Introduction - New York

હવે ભગવદ ગીતાના ૧૫માં અધ્યાયમાં આ ભૌતિક જગતનું સાચું ચિત્ર આપવામાં આવેલું છે. ત્યાં એમ કહેલું છે કે

ઊર્ધ્વ મૂલમ અધ: શાખમ
અશ્વત્થમ પ્રાહુર અવ્યયમ
છન્દાંસી યસ્ય પર્ણાની
યસ તમ વેદ સ વેદ-વિત
(ભ.ગી. ૧૫.૧)

હવે, આ ભૌતિક જગત ભગવદ ગીતાના ૧૫મા અધ્યાયમાં વર્ણિત છે એક વૃક્ષની જેમ કે જેના મૂળ ઉપર છે, ઊર્ધ્વ-મૂલમ. શું તમને કોઈ વૃક્ષનો અનુભવ છે જેના મૂળ ઉપરની બાજુ છે? આપણને તેવા વૃક્ષનો અનુભવ છે, જેના મૂળ ઉપર છે પ્રતિબિંબ દ્વારા. જો આપણે નદીના તટ ઉપર ઉભા રહીએ અથવા કોઈ પણ જળાશયના તટ ઉપર, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તે નદીના પાણીમાં તે વૃક્ષના પ્રતિબિંબમાં મૂળ ઉપર છે અને થડ નીચે છે. તો આ ભૌતિક જગત વાસ્તવમાં તે આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે. જેમ કે વૃક્ષનું પ્રતિબિંબ જળાશયમાં ઉલટું દેખાઈ પડે છે, તેવી જ રીતે, આ ભૌતિક જગતને છાયા કેહવાય છે. છાયા. જેમ કે છાયામાં કોઈ પણ સત્ય નથી હોતું, પણ તે જ સમયે, છાયાથી આપણે સમજી શકીએ છીએ કે સત્ય પણ છે. છાયાનું ઉદાહરણ, રણમાં જળની છાયા, તે બતાવે છે કે રણમાં કોઈ જળ નથી, પણ જળ છે. તેવી જ રીતે, આધ્યાત્મિક જગતના પ્રતિબિંબમાં, અથવા તો આ ભૌતિક જગતમાં, નિસંદેહ કોઈ સુખ નથી, કોઈ જળ નથી. પણ સાચું જળ, અથવા સાચું સુખ, આધ્યાત્મિક જગતમાં છે. ભગવાન આપણને સમજાવે છે કે આધ્યાત્મિક જગત આ રીતે પ્રાપ્ત કરવું જોઈએ, નિર્માણ-મોહા.

નિર્માણ-મોહા જિત સંગ દોષા
અધ્યાત્મ નિત્ય વિનીવૃતકામ:
દ્વન્દ્વૈર વિમુક્તા: સુખ દુખ સજ્ઞૈર
ગચ્છન્તિ અમૂઢા: પદમ અવ્યયમ તત
(ભ.ગી. ૧૫.૫)

તે શાશ્વત ધામ, તે આધ્યાત્મિક જગત, તેવા વ્યક્તિ દ્વારા પ્રાપ્ત થઇ શકે છે જે નિર્માણ-મોહા છે. નિર્માણ-મોહા. નિર્માણ એટલે કે આપણે બધા ઉપાધિઓ પાછળ છીએ. કૃત્રિમ રીતે આપણને કોઈ ઉપાધી જોઈએ છે. કોઈને સાહેબ બનવું છે, કોઈને સ્વામી બનવું છે, કોઈને રાષ્ટ્રપતિ બનવું છે, અથવા તો કોઈને ધનવાન વ્યક્તિ બનવું છે, કોઈને બીજું કઈ, રાજા બનવું છે. આ બધી ઉપાધિઓ, જ્યા સુધી આપણને આ બધા ઉપાધિઓ સાથે આસક્તિ રહેશે.... કારણકે આ બધી આસક્તિઓ શરીરના સંબંધમાં છે, અને આપણે આ શરીર નથી. તે આધ્યાત્મિક સાક્ષાત્કારનો પ્રથમ પાઠ છે. તો જે વ્યક્તિને ઉપાધી પ્રતિ કોઈ પણ આકર્ષણ નથી. અને જિત-સંગ-દોષા, સંગ-દોષ. અત્યારે આપણે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો સાથે જોડાયેલા છીએ, અને જો આપણે ભગવાનની ભક્તિમય સેવા દ્વારા વિરક્ત થઈએ... જ્યા સુધી આપણે ભગવાનની ભક્તિમય સેવા દ્વારા આકર્ષિત નથી થતા, આપણે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી વિરક્ત ના થઈ શકીએ. તેથી ભગવાન કહે છે, વિનીવૃત્ત કામા:, આ ઉપાધિઓ અથવા આ આસક્તિઓ આપણા કામ, ઈચ્છા, ને કારણે છે. આપણને ભૌતિક પ્રકૃતિ ઉપર રાજ્ય કરવું છે. તો, જ્યા સુધી આપણે આ ભૌતિક પ્રકૃતિ ઉપર રાજ્ય કરવાની વૃત્તિને ત્યાગી નથી દેતા, ત્યાં સુધી કોઈ પણ સંભાવના નથી કે આપણે પરમ ભગવાનના ધામ, સનાતન ધામ પાછા જઈ શકીએ. દ્વન્દ્વૈર વિમુક્તા: સુખ દુ:ખ સજ્ઞૈર ગચ્છન્તિ અમૂઢા: પદમ અવ્યયમ તત (ભ.ગી. ૧૫.૫). તે શાશ્વત ધામ, જે કદી પણ આ ભૌતિક જગતની જેમ નશ્વર નથી, અમૂઢા: વ્યક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે. અમૂઢા: એટલે કે તે કે જે ભ્રમિત નથી, જે આ ખોટી ભોગ-વૃત્તિ દ્વારા આકર્ષિત નથી. અને જે વ્યક્તિ ભગવાનની પરમ સેવામાં સ્થિત છે, તે યોગ્ય વ્યક્તિ છે તે શાશ્વત ધામને પ્રાપ્ત કરવા માટે. અને તે શાશ્વત ધામને કોઈ સૂર્ય, ચંદ્ર કે વીજળીની જરૂર નથી પડતી. તે શાશ્વત જગતમાં જવાની આ એક ઝાંખી છે.