GU/660302 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વ્યાવહારિક રીતે આધુનિક સમાજ... તેઓ પીડાઓને ટાળી રહ્યા છે. તેઓ કામચલાઉ પીડાઓમાં વ્યસ્ત છે. પણ વેદિક પદ્ધતિ છે વેદિક જ્ઞાન. તે પીડાઓના અંત માટે છે..., ભલાઈ માટે. તમે જોયું? મનુષ્ય જીવન તેના માટે છે, બધી પીડાઓના અંત માટે. અવશ્ય, આપણે બધા જ પ્રકારની પીડાઓનો અંત લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. આપણો વ્યવસાય, આપણો વેપાર, આપણી શિક્ષા, આપણા જ્ઞાનનો વિકાસ - બધુ જ પીડાઓના અંત માટે છે. પણ તે પીડા કામચલાઉ છે, કામચલાઉ. પણ આપણે આ પીડાઓનો ભલાઈ માટે અંત લાવવો પડે. પીડાઓ... તે પ્રકારના જ્ઞાનને દિવ્ય જ્ઞાન કહેવાય છે."
660302 ભાષણ - ભ.ગી. ૨.૭-૧૧ - ન્યુ યોર્ક