GU/660918 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કારણકે આપણે દુર્બળ છીએ, અને ભૌતિક શક્તિ ખૂબ જ બળવાન છે, તો આધ્યાત્મિક જીવન સ્વીકારવું તે ઓછે વત્તે અંશે ભૌતિક શક્તિની વિરુદ્ધમાં યુદ્ધની ઘોષણા છે. ભૌતિક, ભ્રામક શક્તિ, તે આ બદ્ધ આત્માને અંકુશમાં લેવા માટે બનતો પ્રયત્ન કરે છે. હવે, જ્યારે બદ્ધ આત્મા આધ્યાત્મિક જ્ઞાનના વિકાસથી તેના પાશમાથી છૂટવાનો પ્રયત્ન કરે છે, તે વધુ કડક બને છે. હા. તેણે કસોટી કરવી છે, "આ વ્યક્તિ કેટલો ગંભીર છે?" તો ભૌતિક શક્તિ દ્વારા આપવામાં આવતા ઘણા બધા પ્રલોભનો હશે."
660918 - ભાષણ - ભ.ગી. ૬.૪૦-૪૩ - ન્યુ યોર્ક