GU/661202 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ ગીતામાં (ભ.ગી. ૯.૪) ભગવાને તે કહ્યું છે, મયા તતમ ઈદમ સર્વમ જગદ અવ્યક્ત મૂર્તિના: "હું આખા બ્રહ્માણ્ડમાં ફેલાયેલો છું, આખા પ્રાકટ્યમાં, મારા નિરાકાર રૂપમાં." મતસ્થાની સર્વ ભૂતાની નાહમ તેષુ અવસ્થિત: "દરેક વસ્તુ મારા પર ટકેલી છે, પણ હું ત્યાં નથી." પશ્ય મે યોગમ ઐશ્વરમ (ભ.ગી. ૯.૫). તો આ એકસાથે એક અને ભિન્ન છે, આ તત્વજ્ઞાન, ભગવાન ચૈતન્ય દ્વારા સ્વીકૃત છે, પણ તે ભગવદ ગીતામાં પણ સ્વીકૃત છે, મત્ત: પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય (ભ.ગી. ૭.૭). પણ આ રૂપ, આ બે હાથ, વાંસળી સાથે, કૃષ્ણ, કૃષ્ણનું રૂપ, આનાથી પરે કશું જ નથી. તો વ્યક્તિએ આ બિંદુ સુધી આવવું પડે."
661202 - ભાષણ - ભ.ગી. ૯.૧૫-૧૮ - ન્યુ યોર્ક