GU/670205 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કર્મી મતલબ જેઓ માત્ર ઇન્દ્રિયતૃપ્તિ માટે દિવસ-રાત ખૂબ જ મહેનત કરે છે. બસ આટલું જ. તેમને કર્મી કહેવામાં આવે છે. અને જ્ઞાનીનો અર્થ છે કે તેઓ માનસિક અટકળો દ્વારા સમાધાન શોધી રહ્યા છે. અને યોગીનો મતલબ તેઓ શારીરિક કસરતો દ્વારા આધ્યાત્મિક મુક્તિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તે બધા, કડક અર્થમાં, તે બધા જ ભૌતિકવાદી છે. અધ્યાત્મવાદનો કોઈ પ્રશ્ન જ નથી. આધ્યાત્મવાદ તે છે જ્યાં વ્યક્તિ સમજે છે કે આત્માની બંધારણીય સ્થિતિ શું છે અને તે મુજબ કાર્ય કરે છે. તેથી ભક્તિ, આ ભક્તિમય સેવા, એક માત્ર આધ્યાત્મિકતા છે, કારણ કે જેઓ ભક્ત છે, તેઓ જાણે છે કે તેઓ પરમ ભગવાનના શાશ્વત અંશ છે, અને તેથી પરમ ભગવાનની દિવ્ય પ્રેમમયી સેવામાં સંલગ્ન રહેવું તે આધ્યાત્મિકતા છે."
670205 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૩૯-૪૭ - સાન ફ્રાન્સિસ્કો‎