GU/670210 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ હરે કૃષ્ણના જપના વિષયમાં તેમના વ્યાવહારિક અનુભવનું વર્ણન કરી રહ્યા છે. જ્યારે તેમણે પોતે જોયું કે "હું લગભગ પાગલ જેવો થઈ રહ્યો છું," તો તેમણે ફરીથી તેમના આધ્યાત્મિક ગુરુનો સંપર્ક સાધ્યો અને કહ્યું, "મારા પ્રિય ગુરુદેવ, હું જાણતો નથી કે તમે મને કેવા પ્રકારનો જપ કરવાનું કહ્યું છે." કારણ કે તેઓ હંમેશાં પોતાને મૂર્ખ તરીકે રજૂ કરે છે, તેઓ રજૂ કરી રહ્યા છે કે તેઓ સમજી શકતા નથી કે શું થઈ રહ્યું છે, પરંતુ તેમણે રજૂઆત કરી કે "આ તે લક્ષણો છે જે મેં વિકસાવ્યા છે: કેટલીકવાર હું રડું છું, ક્યારેક હસું છું, ક્યારેક હું નૃત્ય કરું છું. આ કેટલાક લક્ષણો છે. તેથી મને લાગે છે કે હું પાગલ થઈ ગયો છું."
670210 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૮૦-૯૫ - સાન ફ્રાન્સિસ્કો‎