GU/670331 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ કહે છે, અપિ ચેત સુ-દુરાચાર:. જો તમને કેટલાક ભક્તોમાં કોઈ ખરાબ વર્તન જોવા મળે પણ, માનક નહીં, પરંતુ કારણ કે તે ભક્ત હોવાના કારણે સતત કૃષ્ણ ભાવનામૃતમાં સંલગ્ન છે, તેથી તે સાધુ છે. જો તેની પાછલી જિંદગીને લીધે તેને કેટલીક ખરાબ ટેવો છે, તેનો વાંધો નથી, કારણ કે આ બંધ થઈ જશે. કારણ કે તેણે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે, તેની બધી નકામી આદતો બંધ થઈ જશે. સ્વીચ બંધ છે. જેવું કોઈ વ્યક્તિ કૃષ્ણ પાસે આવે છે, સ્વિચ જેણે ખરાબ ટેવો તરફ દોરી હતી, તે તરત જ બંધ થઈ જાય છે. તો જેમ ગરમી, હીટિંગ, હીટર, ઇલેક્ટ્રિક હીટર છે. જો તમે સ્વીચ બંધ કરો છો, તો તે હજી પણ ગરમ રહે છે, પરંતુ ધીરે ધીરે તાપમાન નીચે આવે છે અને તે ઠંડુ થઈ જાય છે."
670331 - ભાષણ શ્રી.ભા. ૧૦.૦૮ - સાન ફ્રાન્સિસ્કો‎