GU/670416 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે આપણા ગાંધી: તેઓ ભગવદ્દ ગીતાથી સાબિત કરવા માંગતા હતા, અહિંસા. ભગવદ્ ગીતાનો ઉપદેશ યુદ્ધના મેદાનમાં કરવામાં આવી રહ્યો છે, અને તે પૂર્ણ હિંસા છે. તે કેવી રીતે સાબિત કરી શકે? તેથી તેઓ અર્થને તેમની પોતાની ભાવનાથી બનાવી રહ્યા છે... તે ખૂબ જ પરેશાનીભર્યું છે, અને જે કોઈ પણ આવા અર્થઘટન વાંચશે, તેનો વિનાશ થશે. તેનો વિનાશ થશે કારણ કે ભગવદ્દ ગીતા તમારી કૃષ્ણ ભાવનાને જાગૃત કરવા માટે છે. જો તે જાગૃત ન થાય, તો તે સમયનો વ્યય છે. જેમ ચૈતન્ય મહાપ્રભુએ તે બ્રાહ્મણને આલિંગન કર્યું હતું જે અભણ હતો, પરંતુ તેણે ભગવાન અને ભક્ત વચ્ચેનો સંબંધ, ભગવદ્દ ગીતાનો સાર ગ્રહણ કર્યો હતો. તેથી, જ્યાં સુધી આપણે વાસ્તવિક નથી લેતા, મારો કહેવાનો અર્થ છે, કોઈપણ સાહિત્યનો સાર, તે ફક્ત સમયની બરબાદી છે."
670416 - ભાષણ ચૈ.ચ. આદિ ૦૭.૧૦૯-૧૧૪ - ન્યુ યોર્ક‎