GU/680324 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સાન ફ્રાન્સિસ્કો માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવદ્‌ ગીતામાં બ્રાહ્મણ યોગ્યતાઓ વર્ણવવામાં આવી છે: સત્યમ શૌચ શમ દમ તિતિક્ષ આર્જવમ, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ-કર્મ સ્વભાવ-જમ (ભ.ગી. ૧૮.૪૨). જેઓ ખરેખર બ્રાહ્મણો છે, તેઓ સત્યનિષ્ઠ, હંમેશાં અંદરથી અને બહારથી સ્વચ્છ હોવા જ જોઈએ. સત્યવાદી, શુદ્ધ, અને ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી; શમ દમ, મનને નિયંત્રિત કરવું, ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી, મનને નિયંત્રિત કરવું; શમ દમ તિતિક્ષ, સહનશીલતા, તિતિક્ષ, સહનશીલતા; આર્જવમ, સરળતા; અને જ્ઞાનમ, ખૂબ જ સમજદાર હોવું જોઈએ; વિજ્ઞાનમ, જીવનમાં વ્યાવહારિક અમલ; જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ, શાસ્ત્રોમાં અને ભગવાનમાં અથવા કૃષ્ણમાં પૂર્ણ વિશ્વાસ. બ્રહ્મ-કર્મ સ્વભાવ-જમ: "આ બ્રાહ્મણના સ્વાભાવિક ફરજો અથવા કર્મ છે."
680324 - ભાષણ દીક્ષા - સાન ફ્રાન્સિસ્કો‎