GU/680504 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મનુષ્ય જીવન આ મહામૂલ્ય સંપત્તિ ફક્ત કૂતરા અને ભૂંડની જેમ વેડફવા માટે નથી. આપણને જવાબદારી મળી છે. આત્મા એક સ્વરૂપમાંથી બીજા શરીરમાં સ્થાનાંતરિત થઈ રહ્યો છે, અને આ માનવ શરીર તમારી જાતને તૈયાર કરવા માટે બિલકુલ યોગ્ય છે કે તમે કેવી રીતે રાધા-કૃષ્ણના આનંદના દિવ્ય મંચમાં પ્રવેશ કરી શકો. તમે આનંદની શોધ કરી રહ્યા છો, પરંતુ તે આનંદને કેવી રીતે પ્રાપ્ત કરવો તે તમે નથી જાણતા. તે આનંદ પ્રાપ્ત કરવા માટેનો નિર્દેશ અહીં છે: તપો દિવ્યમ. 'મારા પુત્રો, તમારે તપસ્યાના અમુક ચોક્કસ સિદ્ધાંતોનું પાલન કરવું પડશે', દિવ્યમ, 'સંપૂર્ણ સત્યના સંગમ દિવ્ય આનંદ પ્રાપ્ત કરવા માટે'."
680504 - ભાષણ શ્રી.ભા. ૦૫.૦૫.૦૧-૩ - બોસ્ટન‎