GU/680508c ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ ભાવનામૃત એ આંદોલન છે. તે નવું આંદોલન નથી. આ આંદોલન ઓછામાં ઓછું, વર્તમાન સમયમાં, પાંચસો વર્ષ પહેલાં. ભગવાન ચૈતન્ય, તેમણે આ આંદોલન પંદરમી સદીમાં શરૂ કર્યું હતું. તો આ આંદોલન ભારતના દરેક જગ્યાએ વર્તમાનમાં છે, પરંતુ તમારા દેશમાં, અલબત્ત, તે નવું છે. પરંતુ અમારી વિનંતી છે કે તમે કૃપા કરીને આ આંદોલનને થોડું ગંભીરતાથી લો. અમે તમને તમારી તકનીકી પ્રગતિ બંધ કરવા માટે નથી કહેતા. તમે તે કરો. બંગાળમાં એક સરસ કહેવત છે કે ઘરના કામમાં વ્યસ્ત એક સ્ત્રી પણ..., તે પોતાને સરસ રીતે વસ્ત્રથી અલંકૃત કરવાની પણ કાળજી રાખે છે. તે સ્ત્રીઓનો સ્વભાવ છે. જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે તેઓ ખૂબ સરસ રીતે પહેરવેશ કરે છે. તો તેવી જ રીતે, તમે બધી પ્રકારની તકનીકોમાં વ્યસ્ત હોઈ શકો છો. તે, તે પ્રતિબંધિત નથી. પરંતુ તે જ સમયે, તમે આ તકનીકને સમજવાનો પ્રયાસ કરો, આત્માનું વિજ્ઞાન."
680508 - એમઆઇટી ટેકનોલોજી વિદ્યાર્થીઓને ભાષણ - બોસ્ટન‎