GU/680818c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તમે હિંદુ હો કે મુસ્લિમ, ખ્રિસ્તી અથવા કોઈપણ તેનો કોઈ ફરક નથી પડતો. તેનો કોઈ ફરક નથી પડતો. પણ તમારે તે જાણવું જ જોઇએ કે આ બ્રહ્માંડના એક સર્વોચ્ચ નિયંત્રક છે. તમે તેને કેવી રીતે નકારી શકો? તેથી ચૈતન્ય મહાપુભુ દ્વારા આ શબ્દનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે: જગદીશ. જય જગદીશ હરે. તે વૈશ્વિક છે. હવે જો તમે વિચારો કે "મારા પિતા જગદીશ છે", તે તમારી નિષ્ઠા છે, પણ જગદીશનો અર્થ છે સર્વોચ્ચ - બીજું કોઈ નિયંત્રક નથી. દરેક વ્યક્તિને નિયંત્રિત કરવામાં આવે છે. જેવું તમે જોશો કે કોઈ વ્યક્તિ નિયંત્રિત છે, તે સર્વોચ્ચ ભગવાન ન હોઈ શકે."
680818 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૨ - મોંટરીયલ