GU/680927b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શું આ સભામાં કોઈ કહી શકે છે કે તે કોઈ વ્યક્તિ કે વસ્તુના સેવક નથી? તેમને હોવું જ પડે, કારણ કે તે તેની બંધારણીય સ્થિતિ છે, પણ મુશ્કેલી તે છે કે આપણી ઇંદ્રિયોની સેવા કરીને, સમસ્યાઓનું કે કષ્ટોનું કોઈ સમાધાન થતું નથી. થોડા સમય માટે, હું પોતાને સંતુષ્ટ કરી શકું છું કે મેં આ નશાનું પાન કર્યું છે, અને આ નશાના પ્રભાવમાં હું એમ વિચારી શકું છું કે, 'હું કોઈનો પણ સેવક નથી. હું સ્વતંત્ર છું', પણ તે કૃત્રિમ છે. જેમ તે ભ્રાન્તિ જતી રહેશે, તે ફરીથી સેવકની સ્થિતિ ઉપર આવે છે. ફરીથી સેવક. તો આ આપણું પદ છે. પણ આ સંઘર્ષ કેમ છે? મને સેવા કરવા માટે મજબૂર કરવામાં આવે છે, પણ મારે સેવા કરવી નથી. શું ગોઠવણ કરી શકાય? ગોઠવણ કૃષ્ણ ભાવનામૃત છે, કે જો તમે કૃષ્ણના સેવક બની જશો, તો સ્વામી બનવાની તમારી અભિલાષા, તે જ સમયે સ્વતંત્રતા માટેની તમારી અભિલાષા, તરત જ પ્રાપ્ત થઈ જાય છે."
680927 - ભાષણ - સિયેટલ