GU/681014b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યા સુધી તમે તમારી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરશો, તે તમારું ભૌતિક જીવન છે. અને જેવું તમે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા તરફ પોતાને વાળો છો, તે તમારું આધ્યાત્મિક જીવન છે. તે ખૂબજ સરળ વસ્તુ છે. ઋષિકેણ ઋષિકેશ-સેવનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તે ભક્તિ છે. તમારી પાસે ઇન્દ્રિયો છે. તમારે સંતુષ્ટ કરવી પડે. ઇન્દ્રિયો, ઇન્દ્રિયોની મદદથી તમારે સંતુષ્ટ થવું પડે. ક્યાંતો તમે પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરો... પણ તમે જાણતા નથી. બદ્ધ જીવ જાણતો નથી કે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાથી, તેની ઇન્દ્રિયો સ્વયં સંતુષ્ટ થઇ જશે. તે જ ઉદાહરણ: જેમ કે વૃક્ષના મૂળ ઉપર જળ નાખવાથી... અથવા આ આંગળીઓ, મારા દેહના અંશ, પેટને અહીં ભોજન આપવાથી, આપોઆપ આંગળીઓ પણ સંતુષ્ટ થઇ જશે. આ રહસ્ય આપણે ભૂલી જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે આપણે આપણી ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાથી સુખી બનીશું. કૃષ્ણ ભાવનામૃત મતલબ તમે તમારી ઇન્દ્રિયોને સંતુષ્ટ નથી કરતા, તમે કૃષ્ણની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરો: આપોઆપ તમારી ઇન્દ્રિયો સંતુષ્ટ થઇ જશે. આ કૃષ્ણ ભાવનામૃતનું રહસ્ય છે."
681014 - ભાષણ ભ.ગી. ૦૨.૧૯-૨૫ - સિયેટલ