GU/681018b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ હજારો હજારો મીલ દૂરથી પણ તમે ટેલિવિઝનના ચિત્રો કે રેડિયોની ધ્વનિ પ્રસારિત કરી શકો છો, તેવી જ રીતે, જો તમે પોતાને તૈયાર કરી શકો, તો તમે હંમેશા ગોવિંદને જોઈ શકો છો. તે મુશ્કેલ નથી. તે બ્રહ્મ સંહિતામાં કહેવાયેલું છે, પ્રેમાંજન-છુરિત-ભક્તિ-વિલોચનેન. માત્ર તમારે તમારી આંખોને, તમારા મનને તે રીતે તૈયાર કરવા પડે. અહીં તમારા હૃદયમાં એક ટેલિવિઝનની પેટી છે. તે યોગની પરિપૂર્ણતા છે. એવું નથી કે તમારે કોઈ એક યંત્રને કે ટેલિવિઝનના સેટને ખરીદવું પડે. તે ત્યાં છે જ, અને ભગવાન પણ ત્યાં છે. તમે જોઈ શકો છો, તમે સાંભળી શકો છો, તમે વાત કરી શકો છો, જો તમારી પાસે આ યંત્ર છે, તમે તેનો સુધાર કરો, બસ. તે સુધાર કરવાની વિધિ છે કૃષ્ણ ભાવનામૃત."
681018 - ભાષણ - સિયેટલ