GU/681025 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે અત્યારે ભૌતિક ચેતનાની સ્થિતિમાં છીએ, અને આપણે આધ્યાત્મિક ચેતના અથવા કૃષ્ણ ચેતનાનો વિકાસ કરવો પડશે. તબક્કાઓ શું છે? તેનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તેનો અર્થ એ કે આત્મા અને શરીરના વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત કરવાની આ સામાન્ય રીત છે. પરંતુ ભગવાન ચૈતન્ય મહાપુભુએ આપણને એક વિશેષ ઉપહાર આપ્યો છે, પરંતુ, વૈદિક શાસ્ત્રોમાં વર્ણવેલ છે તેમ, આપણે બધું વિશ્લેષણાત્મક રૂપે સમજી ન શકતા હોવા છતાં, ભગવાનના પવિત્ર નામનો જપ કરવાની સરળ પ્રક્રિયા દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાને સમજી શકે છે. તે ભગવાન ચૈતન્યનો વિશેષ ઉપહાર છે. તેમણે કહ્યું કે જો તમે આ હરે કૃષ્ણ મંત્રનો જપ કરો છો, તો આપમેળે બધું તમારી સામે પ્રકટ થશે."
681025 - ભાષણ ભ.ગી. ૧૩.૦૬-૭ - મોંટરીયલ