GU/681108 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં આપણે ભાવના, ચેતના, વિકાસના વિવિધ તબક્કાઓ જોઈએ છીએ. તે જીવનની જુદી જુદી સ્થિતિ બનાવે છે. અને જીવનની જુદી જુદી સ્થિતિ એ જાતો છે, વિકાસશીલ ૮૪,૦૦,૦૦૦. વિકાસ એટલે વિવિધ પ્રકારનાં શરીર. આ બાળકની જેમ. હવે આ બાળકને ચોક્કસ પ્રકારનું શરીર મળી ગયું છે. ચેતના તે શરીર પ્રમાણે છે. આ બાળક, જ્યારે તે એક યુવાન છોકરી તરીકે મોટી થઈ જશે, ત્યારે તેની ચેતના જુદી હશે, તે જ બાળક. તો આત્મા આ ભૌતિક શરીરમાં કેદ છે, અને શરીર અનુસાર, ચેતના જુદી છે. તે સમજવું ખૂબ જ સરળ છે. આ બાળકનો દાખલો લો. તે જ બાળક, તે જ આત્મા, કારણ કે હવે તે એક અલગ પ્રકારનાં શરીરમાં રહે છે, તેની ચેતના માતાની તુલનામાં જુદી છે, કારણ કે માતાને એક અલગ પ્રકારનું શરીર મળ્યું છે અને બાળકને એક અલગ પ્રકારનું શરીર મળ્યું છે."
681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ