GU/681108c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
તૃણાદ અપિ સુનીચેન
તરોર અપિ સહિષ્ણુના
(ચૈ.ચ. આદિ ૧૭.૩૧)

હરે કૃષ્ણ જપ કરવા માટે કોણ યોગ્ય છે? તેઓ વ્યાખ્યા આપી રહ્યા છે. તે શું છે? તૃણાદ અપિ સુનીચેન: ઘાસ કરતાં વધુ વિનમ્ર. તમે ઘાસને જાણો છો, દરેક વ્યક્તિ ઘાસને કચડી રહ્યું છે, પરંતુ તે તેનો વિરોધ નથી કરતું - "ઠીક છે." તો તૃણાદ અપિ સુનીચેન: વ્યક્તિએ ઘાસ કરતાં વધુ વિનમ્ર બનવું જોઈએ. તરોર અપિ સહિષ્ણુના.. તરોર એટલે "વૃક્ષો." વૃક્ષો ખૂબ સહિષ્ણુ છે, સહનશીલતાનું ઉદાહરણ છે, હજારો વર્ષોથી એક જ સ્થાન પર ઉભેલા, વિરોધ નથી કરતા."

681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ