GU/681125 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ તેમના મિત્ર અથવા તેમના ભક્ત માટે સૌમ્ય નથી. કારણ કે તે સૌમ્યતા તે ભક્તને મદદ કરશે નહીં. તેને મદદ કરશે નહીં. કેટલીકવાર તેઓ ભક્ત માટે ખૂબ જ કઠોર લાગે છે, પરંતુ તેઓ કઠોર નથી. જેમકે પિતા ક્યારેક ઘણા કડક બને છે. એ સારું છે. તે સાબિત થશે, કૃષ્ણની કઠોરતા એક ભક્તની મુક્તિને કેવી રીતે સાબિત કરશે. અંતે અર્જુન સ્વીકાર કરશે, "તમારી કૃપાથી હવે મારો ભ્રમ સમાપ્ત થઈ ગયો છે." તો ભગવાન દ્વારા ભક્તો પર આ પ્રકારની કઠોરતા વિષે કયારેક ગેરસમજ થાય છે. કારણ કે આપણે હંમેશા ટેવાયેલા છીએ તે સ્વીકારવા માટે જે તરત ખૂબ જ આનંદકારક છે, પરંતુ કેટલીક વાર આપણે જોઈએ છીએ કે આપણને તે મળતું નથી જે તરત જ ખૂબ આનંદકારક છે. પરંતુ આપણે નિરાશ ન થવું જોઈએ. આપણે કૃષ્ણને વળગી રહીશું. તે અર્જુનની સ્થિતિ છે."
681125 - ભાષણ ભ.ગી. ૦૨.૦૧-૧૦ - લોસ એંજલિસ