GU/681127b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મૃત શરીર, ધારો કે જ્યારે શરીર મૃત થઈ જાય છે, તેનું કોઈ મૂલ્ય નથી. વિલાપ કરવાનો શું લાભ છે? તમે ઘણા હજારો વર્ષો માટે વિલાપ કરી શકો છો, તો પણ તે જીવિત થશે નહીં. તો મૃતદેહ પર વિલાપ કરવાનું કોઈ કારણ નથી. અને જ્યા સુધી આત્માનો પ્રશ્ન છે, તે શાશ્વત છે. તે મૃત હોવાનું જણાય છે, અથવા આ શરીરના મૃત્યુ સાથે, તેનું મૃત્યુ થતું નથી. તો શા માટે વ્યક્તિએ અભિભૂત થવું જોઈએ, "ઓહ, મારા પિતા મૃત્યુ પામ્યા છે, મારા ફલાણા-ફલાણા સંબંધી મૃત્યુ પામ્યા છે," અને રડવું? તે મૃત્યુ નથી પામ્યા. વ્યક્તિ પાસે આ જ્ઞાન હોવું જ જોઈએ. પછી તે દરેક સંજોગોમાં પ્રસન્ન રહેશે, અને ફક્ત કૃષ્ણ ભાવનામૃતમાં રુચિ દાખવશે. જીવંત કે મૃત, શરીર માટે કંઇ વિલાપ કરવાનું નથી. આ પ્રકરણમાં કૃષ્ણ દ્વારા તેની સૂચના આપવામાં આવી રહી છે."
681127 - ભાષણ ભ.ગી. ૦૨.૦૮-૧૨ - લોસ એંજલિસ