GU/681219d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"માનવ જીવન ખૂબ જ ટૂંકું છે. આપણને ખબર નથી કે આપણે ક્યારે મૃત્યુ પામીશું. તે પહેલાં, આપણે પોતાને આગલા જીવન માટે તૈયાર કરવા જ જોઈએ. આગલું જીવન એટલે સીધા કૃષ્ણ પાસે પરત જવું, સર્વોચ્ચ સિદ્ધિ. જેમ કે તમને ભગવદ્ ગીતામાં મળશે, યાન્તિ દેવ-વ્રતા દેવાન પિતૃન યાન્તિ પિતૃ-વ્રતા: (ભ.ગી. ૯.૨૫). અસંખ્ય પ્રકારના ગ્રહો છે. ઉચ્ચ ગ્રહો, તેમાં દેવતાઓ રહે છે, જે ખૂબ જ શક્તિશાળી હોય છે. તેઓ પણ મનુષ્ય છે, પરંતુ તેઓ ખૂબ સુંદર છે, તેઓ ખૂબ શક્તિશાળી છે. તો તમે ત્યાં જઇ શકો છો. ચંદ્ર ગ્રહ, સૂર્ય ગ્રહ - તે સ્પષ્ટ રીતે જણાવેલ છે - જો તમે તે મુજબ કાર્ય કરો, જેનો નિર્દેશ છે, કે "જો તમારે ચંદ્ર ગ્રહ પર જવું હોય, તો તમારે આવું કરવું પડશે," પછી આ શરીર છોડ્યા પછી, તમે ત્યાં જઈ શકો. તે જ રીતે, તમે કોઈપણ ગ્રહ પર જઈ શકો છો. તેવી જ રીતે, તમે કૃષ્ણ ગ્રહ પર પણ જઈ શકો છો."
681219 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ