GU/681220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. કેટલીકવાર એવું માનવામાં આવે છે કે આધ્યાત્મિક જીવનનો અર્થ સક્રિય જીવનમાંથી નિવૃત્તિ લેવાનો છે. તે સામાન્ય છાપ છે. લોકો માને છે કે આધ્યાત્મિક જ્ઞાનની કેળવણી અથવા આત્મ-સાક્ષાત્કાર માટે તેમણે હિમાલયની ગુફાઓ અથવા અમુક એકાંતના સ્થળે જવું જોઈએ. તેની પણ ભલામણ છે. પરંતુ તે પ્રકારની ભલામણ તે વ્યક્તિઓ માટે છે કે જે પોતાને કૃષ્ણ ભાવનામૃતની પ્રવૃત્તિઓમાં સંલગ્ન રાખવામાં અસમર્થ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને શિક્ષણ આપી રહ્યા છે કે કેવી રીતે વ્યક્તિ તેની સ્થિતિમાં રહી શકે. તે ગમે તે હોય, છતાં તે કૃષ્ણ પૂર્ણ રીતે ભાવનાભાવિત બની શકે છે."
681220 - ભાષણ ભ.ગી. ૦૩.૦૧-૫ - લોસ એંજલિસ