GU/681223c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આખી ભૌતિક સંસ્કૃતિ જીવનના સખત સંઘર્ષની એક પ્રક્રિયા છે, જેનો અંત જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગમાં થાય છે. માનવ સમાજ જીવનની આ કાયમી સમસ્યાઓ વિરુદ્ધ વિવિધ રીતે નિરર્થકપણે સંઘર્ષ કરી રહ્યો છે. તેમાંથી કેટલાક ભૌતિક પ્રયત્નો કરી રહ્યા છે અને તેમાંથી કેટલાક અંશત: આધ્યાત્મિક પ્રયત્નો કરી રહ્યા છે. ભૌતિકવાદીઓ વૈજ્ઞાનિક જ્ઞાન, શિક્ષણ, તત્વજ્ઞાન, નૈતિકતા, નીતિશાસ્ત્ર, કાવ્યાત્મક વિચારો, વગેરેની પ્રાપ્તિ દ્વારા સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને આધ્યાત્મવાદીઓ આત્મામાંથી પદાર્થને સમજવાની વિવિધ પદ્ધતિઓથી સમસ્યાઓનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેમાંથી કેટલાક યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવા માટે રહસ્યમય યોગીઓ તરીકે પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ તે બધાએ તે ચોક્કસપણે જાણવું જ જોઇએ કે આ કલિયુગમાં, અથવા ઝઘડા અને વિવાદના યુગમાં, કૃષ્ણ ભાવનામૃતની વિધિનો સ્વીકાર કર્યા વગર સફળતાની કોઈ સંભાવના નથી."
ઇસ્કોન લંડનના સભ્યોને આપેલા ભાષણનું રેકોર્ડિંગ - લોસ એંજલિસ