GU/681228 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ કહે છે કે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિઓ છીએ. કૃષ્ણ જે કઈ કહે છે તેને આપણે પૂર્ણ સત્ય તરીકે સ્વીકારીએ છીએ. તેથી, કૃષ્ણ કહે છે કે જો તમે સૌથી ઊંચા ગ્રહ, જેને બ્રહ્મલોક કહેવાય છે, તેના પર પહોંચવા પ્રયત્ન કરો. વૈદિક શાસ્ત્ર પ્રમાણે ઘણા બધા ગ્રહો છે. હાલ જે ગ્રહમાં આપણે રહીએ છીએ તેને ભૂર-લોક કહેવાય છે. આ ગ્રહ ઉપર ભૂવર-લોક છે. તેની ઉપર સ્વર્ગલોક છે. આ ચંદ્ર સ્વર્ગલોક ગ્રહમાં આવે છે. સ્વર્ગલોકની ઉપર જનલોક છે. તેની ઉપર મહરલોક છે, જેની ઉપર સત્યલોક છે."
681228 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ