GU/690103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
" ભક્તનો અર્થ છે કે તે ભગવાન સાથેના તેના સંબંધ વિષે પૂર્ણ રૂપે આશ્વસ્ત છે. અને તે સંબંધ શું છે? તે સંબંધ પ્રેમ પર આધારિત છે. ભક્ત ભગવાનને પ્રેમ કરે છે, અને ભગવાન ભક્તને પ્રેમ કરે છે. આ એકમાત્ર સંબંધ છે. બસ તેટલું જ. ભગવાન ભક્તની પાછળ હોય છે અને ભક્ત ભગવાનની પાછળ હોય છે. આ સબંધ છે. તો વ્યક્તિએ આ સબંધને સ્થાપિત કરવો પડે. જેમ અર્જુન કૃષ્ણ સાથે મિત્ર તરીકે સંબંધિત છે, એવી જ રીતે તમે ભગવાન સાથે પ્રેમ દ્વારા સંબંધિત થઈ શકો છો. તમે ભગવાન સાથે સ્વામી અને સેવક તરીકે સંબંધિત થઈ શકો છો. તમે ભગવાન સાથે પિતા અને પુત્ર તરીકે સંબંધિત થઈ શકો છો. ઘણાંબધાં સંબંધો હોય છે. જેમ આપણે આ ભૌતિક જગતમાં ઘણા બધા સંબંધો છે, ભગવાન સાથેનાં એ પાંચ સંબંધોનું આ ફક્ત વિકૃત પ્રતિબિંબ છે. પણ આપણે તે ભૂલી ગયા છીએ. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે ચેતનાને જીવંત કરવા માટે છે. તે કઈ નવું નથી. આ એક પાગલ માણસને સામાન્ય જીવનની સ્થિતિમાં લાવવા બરાબર છે. ભગવાનને ભૂલી જવાનો અર્થ એક અસામાન્ય સ્થિતિ છે, અને ભગવાન સાથે સબંધ હોવો એ એક સામાન્ય સ્થિતિ છે."
690103 - ભાષણ ભ.ગી. ૦૪.૦૧-૦૬ - લોસ એંજલિસ