GU/690107b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગોવિંદ દાસ ઠાકુર, તેઓ તેમના મનને કહે છે: 'હે મારા પ્રિય મન, તું પોતાને બસ અભય-ચરણારવિંદના ચરણ-કમળના સંલગ્ન કર.' તે કૃષ્ણના ચરણકમળનું નામ છે. અભય મતલબ કોઈ પણ ભય વિના. જો તમે કૃષ્ણના ચરણ કમળનો આશ્રય લેશો, તો તરત જ તમે નિર્ભય થઈ જાઓ છો. તો તેઓ સલાહ આપે છે કે 'મારા પ્રિય મન, તું ફક્ત ગોવિંદના ચરણ કમળની સેવામાં વ્યસ્ત રહે.' ભજહુ રે મન શ્રી નંદ-નંદન. તેઓ 'ગોવિંદ' નથી કહેતા. તે કૃષ્ણને 'નંદ મહારાજાના પુત્ર' તરીકે સંબોધિત કરે છે." કારણકે તે ચરણ કમળ અભય છે, પછી તમને માયાના આક્રમણનો કોઈ ભય નહીં રહે."
690107 - ભજહુ રે મનના તાત્પર્ય પર ભાષણ - લોસ એંજલિસ