GU/690109c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ મૂર્ખ વ્યક્તિઓ જે વિચારે 'હું બ્રહ્મ જ્યોતિમાં વિલીન થઇ જઈશ', તે અલ્પ-બુદ્ધિશાળી છે, કારણકે તેઓ ત્યાં રહી ના શકે. તેને ઈચ્છાઓ હોય છે. જ્યાં સુધી તમે કૃષ્ણ પાસે ના જાઓ ત્યાં સુધી તમારી ઈચ્છા પૂર્તિની કોઈ સુવિધા નથી. તેથી ઈચ્છાઓને પૂરી કરવા માટે તે ફરીથી આ ભૌતિક જગતમાં આવે છે. તેને કાર્યો જોઈએ છે, આનંદ. આનંદમયો અભ્યાસાત (વેદાંત સૂત્ર ૧.૧.૨). આધ્યાત્મિક આત્મા અને પરમ ભગવાન સ્વભાવથી આનંદમય છે. જ્યારે પણ આનંદનો પ્રશ્ન હોય ત્યાં વિભિન્નતાઓ હોવી જોઈએ. તો ત્યાં કોઈ વિભિન્નતાઓ નથી. તો વિભિન્નતાઓ વગર તે વધુ સમય ત્યાં રહી ના શકે. તેણે પાછા આવવું જ પડે. પણ કારણકે તેને આધ્યાત્મિક ભિન્નતાઓ વિષે કોઈ માહિતી નથી, તે આ ભૌતિક ભિન્નતાઓમાં આવવા માટે બદ્ધ બને છે. બસ તેટલું જ."
690109 - ભાષણ - ભ.ગી. ૪.૧૯-૨૫ - લોસ એંજલિસ