GU/690122b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમને સર્વત્ર જન્મ મળશે, કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ, પરંતુ તમને કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ મળી શકતા નથી. તમને આ બધા શારીરિક સુખ - ખાવું, ઊંઘવું, મૈથુન અને સંરક્ષણ માટે સુવિધા મળી શકે છે - કોઈ પણ જન્મમાં, પણ કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ આ જન્મ, મનુષ્ય જીવનમાં જ મળી શકે છે, કૃષ્ણ ગુરુ નાહી મિલે. જનમે જનમે સબે પિતા માતા પાય (પ્રેમ વિવર્ત). ખૂબ જ સરળ: કોઈપણ જન્મમાં તમને પિતા અને માતા મળશે, કારણ કે પિતા અને માતા વિના, જન્મનો પ્રશ્ન જ ક્યાં છે? જનમે જનમે સબે પિતા માતા પાય. દરેક જન્મમાં તમને પિતા અને માતા મળી શકે છે. પરંતુ કૃષ્ણ ગુરુ નાહી મિલે બજ હરિ એઈ: પરંતુ તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુ દરેક જન્મમાં નથી મળી શકતા. તેથી તે વસ્તુની શોધ કરવી જોઈએ: કૃષ્ણ ક્યાં છે? આધ્યાત્મિક ગુરુ ક્યાં છે? તે જીવનની પૂર્ણતા છે."
690122 - ભાષણ ભ.ગી. ૦૫.૦૧-૦૨ - લોસ એંજલિસ