GU/690314 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આધ્યાત્મિક જગત ભૌતિક જગતથી ભિન્ન છે. આધ્યાત્મિક રૂપે તે અલગ છે. તો આધ્યાત્મિક રીતે અત્યારે આપણે સમજી શકતા નથી, કારણ કે આપણે પદાર્થમાં લીન છીએ. પરંતુ આપણે વિશ્વસનીય સ્ત્રોતોથી, અધિકૃત સ્રોતોથી સમજીએ છીએ કે કૃષ્ણ સર્વત્ર છે, જોકે તેઓ તેમના ધામમાં ખૂબ જ, ખૂબ જ દૂર છે, આ ભૌતિક જગતથી પરે. તો મેં હમણાં જ ભૌતિક જગતને સમજાવ્યું, આપણે સીમા સુધી પહોંચી શકતા નથી, અને આધ્યાત્મિક જગતમાં જવા વિષે તો વાત જ શું કરવી જે આ આકાશથી પરે છે. પરંતુ જો કે તે ભૌતિકરૂપે અસંભવ છે, આધ્યાત્મિક રૂપે તે શક્ય છે. આધ્યાત્મિક રીતે તે શક્ય છે. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક આધ્યાત્મિક આંદોલન છે; તે ભૌતિક આંદોલન નથી."
690314 - ભાષણ - હવાઈ‎