GU/690429 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સત્યયુગમાં, જ્યારે દરેક વ્યક્તિ પુણ્યશાળી હતી, તે સમયે, ધ્યાનની ભલામણ હતી. ધ્યાન. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ: વિષ્ણુ પર ધ્યાન. ત્રેતાયામ યજતો મખૈ: પછીના યુગમાં, ભલામણ હતી મોટા મોટા યજ્ઞો કરવાની. અને પછીના યુગમાં ભલામણ હતી મંદિર પૂજા અથવા દેવળ પૂજા, અથવા મસ્જિદ પૂજા. કૃતે યદ ધ્યાયતો વિષ્ણુમ ત્રેતાયામ યજતો મખૈ:, દ્વાપરે પરીચર્યાયામ. દ્વાપર... પછીનો યુગ, પાંચ હજાર વર્ષ પૂર્વનો યુગ દ્વાપર યુગ કહેવાતો હતો. તે સમયે મંદિર પૂજા બહુ જ ભવ્ય હતી અને ખૂબ જ સફળ હતી. હવે, આ યુગમાં, કલિયુગમાં, જે પાંચ હજાર વર્ષો પૂર્વ શરુ થઇ ગયો છે, આ યુગમાં, તેની ભલામણ કરવામાં આવી છે, કલૌ તદ હરિ-કીર્તનાત: તમે ફક્ત આ હરે કૃષ્ણ મંત્ર દ્વારા પોતાનો સાક્ષાત્કાર કરી શકો છો. અને જો તમે આ સરળ પદ્ધતિ ગ્રહણ કરશો, પરિણામ હશે ચેતો દર્પણ માર્જનમ (ચૈ.ચ. અંત્ય ૨૦.૧૨, શિક્ષાષ્ટક ૧). તમારા હૃદયમાં ભેગો થયેલો કચરો સાફ થઇ જશે."
690429 - ભાષણ બ્રેન્ડિસ યુનિવર્સિટી - બોસ્ટન