GU/690514b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહીં પ્રત્યેક જીવ પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, સ્પર્ધા. હું વ્યક્તિગત રૂપે, રાષ્ટ્રિય રૂપે પ્રયાસ કરી રહ્યો છું. દરેક વ્યક્તિ સ્વામી બનવાની કોશિશ કરી રહ્યું છે. તે ભૌતિક અસ્તિત્વ છે. અને જ્યારે તેને હોશ આવે છે, જ્ઞાનવાન, કે "હું ખોટી રીતે સ્વામી બનવાનો પ્રયાસ કરી રહ્યો છું. ઉલટું, હું ભૌતિક શક્તિમાં વધુ ફસાઉં છું," જ્યારે તે આ સ્થિતિ પર આવે છે, પછી તે શરણાગત થાય છે. પછી ફરીથી તેનું મુક્ત જીવન શરૂ થાય છે. તે આધ્યાત્મિક જીવનની સંપૂર્ણ પ્રક્રિયા છે. તેથી કૃષ્ણ કહે છે, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી ૧૮.૬૬). રસ્તાઓ અને માધ્યમો બનાવશો નહીં, ખોટી રીતે સ્વામી બનવા માટે. તે... તમે સુખી નહીં થાઓ, કારણ કે તમે તેને ભૌતિક પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવી ન શકો. તે શક્ય નથી."
690514 - એલન ગીન્સબર્ગ સાથે વાર્તાલાપ - કોલંબસ‎