GU/690523 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે હું ન્યુ યોર્કમાં હતો, એક વૃદ્ધ મહિલા, તે મારા પ્રવચન (કક્ષા) માં આવતી હતી. સેકન્ડ એવન્યુમાં નહીં, પણ પેહલા જ્યારે મેં ૭૨મી શેરીમાં શરુ કર્યું હતું. તો તેમનો એક પુત્ર હતો. તો મેં પૂછ્યું હતું કે, "કેમ તમે તમારા પુત્રના લગ્ન નથી કરતા?" "ઓહ, ઠીક છે, જો તે પત્નીનું પાલન કરી શકે, તો મને કોઈ વાંધો નથી." માત્ર પત્નીનું પાલન કરવું આ યુગમાં ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. દાક્ષ્યમ કુટુંબ ભરણમ (શ્રી.ભા. ૧૨.૨.૨૬). અને છતાં આપણે ખૂબ અભિમાન કરીએ છીએ કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. એક પક્ષી પણ એક પત્નીનું પાલન કરે છે, એક પશુ પણ પત્નીનું પાલન કરે છે. અને મનુષ્ય પત્નીનું પાલન કરવા માટે ખચકાય છે? તમે જોયું? અને તે સભ્યતામાં ઉન્નત છે? હમ્મ? તે ખૂબ જ ભયાનક યુગ છે. તેથી ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું છે કે તમારો સમય કોઈ પણ રીતે બગાડો નહીં. માત્ર હરે કૃષ્ણનો જપ કરો. હરેર નામ હરેર નામ હરેર નામૈવ...(ચૈ.ચ. આદિ ૧૭.૨૧). તો લોકો આધ્યાત્મિક જીવનમાં જરા પણ રસ નથી લઇ રહ્યા. કોઈ પણ જિજ્ઞાસા નહીં."
690523 - ભાષણ શ્રી.ભા. ૧.૫.૧-૮ - ન્યુ વૃંદાવન, અમેરિકા