GU/690609 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ આંદોલન, કૃષ્ણ ભાવનામૃત, મારા કહેવાનો અર્થ છે, બધું સરળ કરશે, બધું મોકળું કરશે. તો તેમણે જાણવું જ જોઇએ. અને આપણી પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આપણે આ પ્રક્રિયાને કારખાનાઓમાં પણ, ક્યાંય પણ લાગુ પાડી શકીએ છીએ, અને આપણે બધું જ શાંતિપૂર્ણ બનાવીએ છીએ. તે એક તથ્ય છે. શાળા, કોલેજ, યુનિવર્સિટી, કારખાના, દરેક જગ્યાએ. ચેતો-દર્પણ-માર્જનમ (ચૈ.ચ અંત્ય, ૨૦.૧૨, શિક્ષાષ્ટક ૧). તે શુદ્ધિકરણની પ્રક્રિયા છે. બધું જ અસ્વચ્છ છે. તો આપણે શુદ્ધ કરવા અને લોકોને શાંતિપૂર્ણ અને ખુશ કરવા ઈચ્છીએ છીએ. તે આપણું લક્ષ્ય છે. આપણે ધન એકત્રિત કરવાની સંસ્થા નથી કે, "મને તમારૂ ધન આપો અને હું આનંદ કરું." આપણે તે નથી. ધન..., આપણી પાસે ઘણું ધન છે. કૃષ્ણ આપણા... સંપૂર્ણ ધન કૃષ્ણનું છે. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ (ભ.ગી.૬.૨૨). કૃષ્ણ એટલા મૂલ્યવાન છે, જો કોઈને કૃષ્ણ પ્રાપ્ત થઈ જાય, તો તેને બીજું કંઈપણ જોઈતું નથી."
690609 - વાર્તાલાપ - ન્યુ વૃંદાવન, અમેરિકા