GU/690611 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે મૃત શરીરને શણગારવામાં આવે છે, તે મૃત શરીરના પુત્રો તેને જોઈ શકે છે, કે 'ઓહ, મારા પિતા મલકાઈ રહ્યા છે'. (હાસ્ય) પણ તે જાણતો નથી કે તેના પિતા જતાં જ રહ્યા છે. તમે જોયું? તો આ ભૌતિક સમાજ તે બિલકુલ મૃત શરીરને શણગારવા જેવુ છે. આ શરીર મૃત છે. તે એક હકીકત છે. જ્યાં સુધી આત્મા છે, તે કામ કરી રહ્યું છે, તે હલનચલન કરી રહ્યું છે. જેમ કે આપણો કોટ. તે મૃત છે. પણ જ્યાં સુધી તે તમારા શરીર પર છે, એવું લાગે છે કે કોટ ચાલી રહ્યો છે. કોટ મૃત છે. પણ કારણકે તે એક માણસની ઉપર છે જે ચાલી રહ્યો છે, તેથી કોટ ચાલી રહ્યો છે, પેન્ટ ચાલી રહ્યું છે, જૂતાં ચાલી રહ્યા છે, ટોપી ચાલી રહી છે. તેવી જ રીતે, આ શરીર મૃત છે. તેની ગણતરી થઈ ચૂકી છે: આ મૃત શરીર આટલા સમય માટે રહેશે. તેને જીવનકાળ કહેવાય છે. પણ લોકો આ મૃત શરીરમાં રુચિ ધરાવે છે."
690611 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૨-૧૩ - ન્યુ વૃંદાવન, અમેરિકા