GU/690619 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ કાર્ય, કૃષ્ણ ભાવનામૃત કાર્ય, તે ફક્ત પુણ્યશાળી જ નથી; તે દિવ્ય છે. તો જો તમે આ કૃષ્ણ ભાવનામૃતના સ્તર પર રહો, સરળ પદ્ધતિ, જેમ કે આપણે ન્યુ વૃંદાવનમાં અમલ કરી રહ્યા છીએ, કીર્તન, નૃત્ય, ભાગવત પ્રસાદમ ગ્રહણ કરવો, ભાગવત અથવા ભગવદ ગીતા સાંભળવું, સમજવાનો પ્રયત્ન કરવો, સરળ પદ્ધતિ... તે બહુ મુશ્કેલ નથી. અને તમે થોડા પ્રસાદથી સંતુષ્ટ થાઓ છો, કોઈ ફરક નથી પડતો કે તે શું છે. આ પદ્ધતિ તમને દ્રઢ બનવામાં મદદ કરશે. તો વિચલિત થતાં નહીં. જે પણ થોડા ઘણા નીતિ નિયમો છે, તે બહુ મુશ્કેલ નથી. બસ આ સિદ્ધાંત પર વળગેલા રહો, હરે કૃષ્ણ જપ કરો, પ્રસાદ ખાઓ, અને તમારું જીવન સફળ થશે. અહી નારદ મુનિ દ્વારા ખાત્રી છે, કે 'જો તે વ્યક્તિ પતિત પણ થશે, છતાં, કોઈ નુકસાન નથી. પણ, બીજી બાજુએ, જે લોકો કૃષ્ણ ભવનભાવિત નથી, જો તે સાધારણ વેપારી અથવા સાધારણ કામદાર પણ હશે, ઘણી બધી વસ્તુઓ, છતાં, તે કશું નથી મેળવતો'."
690619 - ભાષણ - શ્રી.ભા. ૧.૫.૧૫-૧૭ - ન્યુ વૃંદાવન, અમેરિકા