GU/690827 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હેમ્બર્ગમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણનું નામ અને કૃષ્ણ અભિન્ન છે. તેથી, જેવી મારી જીભ કૃષ્ણના પવિત્ર નામનો સ્પર્શ કરે છે, તેનો મતલબ તરત જ તે કૃષ્ણ સાથે સંગ કરે છે. તો જો તમે હંમેશા આ મંત્ર, હરે કૃષ્ણ મંત્ર, જપ કરીને પોતાને કૃષ્ણ સાથેના સંગમાં રાખો, તો જરા કલ્પના કરો કે કેટલી સરળતાથી તમે આ પદ્ધતિ, જપ, દ્વારા શુદ્ધ થશો, જિહવાદૌ, જીભને જપમાં જોડવી. અને તમારી જીભને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવી છે. તો કૃષ્ણ બહુ દયાળુ છે. તેમણે સેંકડો અને હજારો સ્વાદિષ્ટ વાનગીઓ આપેલી છે, તેમના ખાધેલો અશિષ્ટ ભાગ. તમે ખાઓ. આ રીતે, જો તમે ફક્ત તેનો નિશ્ચય કરો કે 'હું મારી જીભને કૃષ્ણને અર્પણ કર્યા સિવાયનું કશું પણ નહીં ખાઉં, અને હું મારી જીભને હંમેશા હરે કૃષ્ણ જપમાં પ્રવૃત્ત રાખીશ', તો તમારા વશમાં બધી જ સિદ્ધિ છે."
690827 - દિક્ષા ભાષણ - હેમ્બર્ગ