GU/691226 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમણે કૃષ્ણ ભાવનામૃતને ગંભીરતાથી ગ્રહણ કર્યું છે, તેમાં કેટલાક દોષો પણ હોય, છતાં, તે સંત વ્યક્તિઓ છે. તે કૃષ્ણની ભલામણ છે. કારણ કે તે દોષ તેની ભૂતકાળની ટેવના કારણે હોઈ શકે, પણ તે બંધ થઈ ગયું છે. જેમ કે તમે સ્વીચ બંધ કરો, ઇલેક્ટ્રિક પ્રવાહ કાર્ય કરશે નહીં, પરંતુ ભૂતકાળના બળને લીધે પંખો હજી પણ અમુક ચક્કર કાપે છે. એ જ રીતે, કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિ, ભલે તેમાં દોષ જોવા મળે, કૃષ્ણ કહે છે, "ના." સાધુર એવ સ મંતવ્ય: (ભ.ગી. ૯.૩૦). "તે સાધુ વ્યક્તિ છે." કેમ? હવે, તેણે જે પ્રક્રિયા સ્વીકારી છે, તે સમયસર તેને ઠીક કરશે. શશ્વત શાંતિમ નિગચ્છતિ."
691226 - ભાષણ દીક્ષા - બોસ્ટન‎