GU/700115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"એક કૂતરો માલિક દ્વારા સાંકળથી બાંધી દેવામાં આવે છે, પણ તે એવું વિચારે છે કે તે ખૂબજ સુખી છે. તે એમ નથી વિચારતો કે 'હું પૂર્ણ રીતે આધારિત છું અને સાંકળથી બંધાયેલો છું. મારી પાસે કોઈ સ્વતંત્રતા નથી. હું સ્વતંત્રતાથી ચાલી પણ નથી શકતો'. જો તેની સાંકળ કાઢી પણ લેવામાં આવે, તો તે ફરીથી સાંકળમાં બંધાઈ જવાની ઈચ્છા રાખે છે. આ માયા છે. જીવનની કોઈ પણ સ્થિતિમાં, દરેક વ્યક્તિ એવું વિચારે છે કે તે સુખી છે. પણ વાસ્તવમાં તેને ખબર નથી કે સુખ શું છે. તેને માયા કહેવાય છે."
700115 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૯ - લોસ એંજલિસ