GU/700504 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ક્યાં તો તમે ખૂબજ ધની, ખૂબ જ વૈભવી, પરિવારમાં જન્મ લો, અથવા તમે પશુના ગર્ભમાં જન્મ લો, પણ જન્મ, મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાના કષ્ટો તો ચાલુ રહેશે જ. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન મતલબ આ ચાર વસ્તુઓનું સમાધાન: જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ. તો જો આપણે પાપમય રીતે કાર્ય કરશું અને જો આપણે પાપમય રીતે ભોજન કરીશું, તો આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા ચાલુ રહેશે. નહીંતો, તમે તેનો ઉકેલ કાઢી શકો છો, અને જેવું ભગવદ્ ગીતામાં વ્યક્ત છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતી કૌંતેય (ભ.ગી. ૪.૯): "આ શરીર છોડ્યા પછી, "ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ, "તે ફરીથી આ ભૌતિક જગતમાં જન્મ લેતો નથી."
700504 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ