GU/700505 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણેર સંસાર કોરો છાડી અનાચાર (ભક્તિવિનોદ ઠાકુર). આપણો પ્રચાર છે કે ચાલો આપણે કૃષ્ણના પરિવારના સદસ્ય બની જઈએ. તે આપણો કાર્યક્રમ છે. અને જો આપણે કૃષ્ણના પરિવારમાં પ્રવેશ કરીશું... જેમ કે કૃષ્ણ તેમની શક્તિ/રાધારાણી સાથે આનંદ કરે છે. તો કઈ પણ નકારાત્મક નથી; બધું જ છે. કૃષ્ણ ખાય છે, કૃષ્ણ આનંદ કરે છે, કૃષ્ણ નૃત્ય કરે છે, કૃષ્ણ તેમનો પ્રસાદ અર્પણ કરે છે - આદાનપ્રદાન. કોઈ પણ વસ્તુની મનાઈ નથી. જો આપણે કૃષ્ણ ભાવનામૃતમાં રહીશું ત્યારે આપણે સો, હજાર, કે કેટલા પણ વર્ષો સુધી રહી શકીશું. વાસ્તવમાં આપણું મૃત્યુ થતું નથી. આ જન્મ અને મૃત્યુ શું છે? તે આ શરીર સંબંધિત છે. તો આપણે શાશ્વત છીએ; કૃષ્ણ શાશ્વત છે."
700505 - ભાષણ ઈશોપનિષદ ૩ - લોસ એંજલિસ