GU/700508 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ચૈતન્ય મહાપ્રભુનું આ તત્વજ્ઞાન, કે જીવેર સ્વરૂપ હય નિત્ય કૃષ્ણ દાસ (ચૈ.ચ. મધ્ય ૨૦.૧૦૮-૧૦૯). જીવ શાશ્વત રીતે કૃષ્ણનો દાસ છે, ભલે તે માને કે ન માને. તેનો કોઈ ફરક નથી પડતો. તે એક સેવક છે. જેમ કે કોઈ પણ નાગરિક કાનૂન-પાલન કરનાર છે અથવા રાષ્ટ્રને આધીન છે. તે એવું કહી શકે છે કે, "હું રાજ્યની કોઈ દરકાર નથી કરતો," પોલીસ દ્વારા, સેના દ્વારા, તેને બળપૂર્વક સ્વીકાર કરવું જ પડે. તો એક વ્યક્તિને જબરદસ્તી કૃષ્ણને સ્વામી તરીકે સ્વીકાર કરવા પડે છે, અને બીજો વ્યક્તિ સ્વેચ્છાથી સેવા આપે છે. તે અંતર છે. પણ કોઈ પણ કૃષ્ણની સેવાથી મુક્ત નથી. તે શક્ય નથી."
700508 - ભાષણ ઈશોપનિષદ ૬ - લોસ એંજલિસ