GU/700703 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિક સંદૂષણ એટલે આ ભૌતિક જગતને ભોગ કરવાની ઈચ્છા. તે સંદૂષણ છે. આપણે આ ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા નથી. બ્રહ્મ-ભૂત:. તમે આત્મા છો. દુર્ભાગ્યવશ, (આપણને) આ સંગમાં મુકવામાં આવ્યા છે. તો તે બીજું પ્રકરણ છે. પણ હવે આપણે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો તે જ સમયે જો હું ભગવદ્ ધામ પાછા જવાનો પ્રયત્ન કરી રહ્યો છું, અને સાથે સાથે હું કોઈ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા કરું, આ એક બીજો અપરાધ છે. તે ન કરવું જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયત્ન કરીશું, 'હવે હું નહીં કરું... ના. મારા આ ભૌતિક ભોગની કોઈ પણ જરૂર નથી'. તે પ્રકારની શપથ, દૃઢતા, હોવી જોઈએ."
700703 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ