GU/701219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શાસ્ત્રોમાં બાર અધિકારી સત્તાઓનો ઉલ્લેખ છે. બ્રહ્મા એક અધિકારી છે, ભગવાન શિવ એક અધિકારી છે અને નારદ એક અધિકારી છે. પછી મનુ એક અધિકારી છે, પ્રહલાદ મહારાજ અધિકારી છે, બલી મહારાજ અધિકારી છે, શુકદેવ ગોસ્વામી અધિકારી છે. તો તે જ રીતે, યમરાજ પણ અધિકારી છે. તે અધિકારીઓ છે જેઓ બરાબર જાણે છે કે ભગવાન અથવા કૃષ્ણ શું છે, અને તેઓ માર્ગદર્શન આપી શકે છે. તેથી શાસ્ત્ર કહે છે કે તમારે અધિકારીઓનું પાલન કરવું પડશે. અન્યથા તે શક્ય નથી. ધર્મસ્ય તત્ત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગત: સ પન્થા: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). તમે તમારી માનસિક અટકળો દ્વારા ધર્મનો માર્ગ સમજી શકતા નથી. ધર્મમ તુ સાક્ષાદ ભગવત-પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). ધર્મ, ધાર્મિક સિદ્ધાંતો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન દ્વારા ઘડવામાં આવ્યા છે. કોઈ સામાન્ય માણસ ધર્મ બનાવી ન શકે."
701219 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૩૪-૩૯ - સુરત‎