GU/701221b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"'કોઈ પણ વ્યક્તિ', કૃષ્ણ કહે છે, 'જે કોઈ પણ હંમેશાં તેના હૃદયમાં ભક્તિ અને પ્રેમથી મારા વિશે સ્મરણ છે, તે સર્વોચ્ચ યોગી છે'. યોગીનામ અપિ સર્વેષામ. તો આ હરે કૃષ્ણ આંદોલન, જેવા તમે "કૃષ્ણ" નો જપ કરો છો અને સાંભળો છો, તરત જ તમે સ્મરણ કરો છો. અને જપ કોઈ સામાન્ય માણસ દ્વારા કરવામાં આવતો નથી. જ્યાં સુધી વ્યક્તિને કૃષ્ણ પ્રત્યે પ્રેમ અને ભક્તિ ન હોય ત્યાં સુધી તે જપ કરી શકતો નથી. તમે ફક્ત આ શ્લોક સાથે અભ્યાસ કરો. શ્રદ્ધાવાન ભજતે યો મામ, અંતરાત્મના: "અંદરથી, તે સર્વોચ્ચ છે." તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો અર્થ છે કે આપણે લોકોને સર્વોચ્ચ યોગી બનવા માટે તાલીમ આપી રહ્યા છીએ."
701221 - વાર્તાલાપ બ - સુરત‎