GU/701231 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે અહીં પણ તે કહેલું છે કે "હું દેવાદાર છું, અને જો હું પૈસા ચૂકવતો નથી, તો મારી ધરપકડ થશે અથવા મને અદાલત દ્વારા, કાયદા દ્વારા સજા કરવામાં આવશે." અને ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે સ તત-ફલમ ભુંક્તે, કે જેમ તમે છેતરપિંડી કરો છો, જેમ તમે આ જીવનમાં કષ્ટ ભોગવશો, તે જ રીતે, તથા તાવત અમૂત્ર વૈ, તે જ રીતે વ્યક્તિએ પછીના જીવનમાં ભોગવવું પડે. કારણકે જીવન શાશ્વત છે, અને આપણે આપણું શરીર બદલી રહ્યા છીએ, તથા દેહાન્તર-પ્રાપ્તિ: (ભ.ગી. ૨.૧૩). કહેવાતા શિક્ષિત વ્યક્તિઓમાં આ બાબતોની ચર્ચા કરવામાં આવતી નથી, કે જીવન અવિરત છે; આપણે દરેક ક્ષણે શરીર બદલી રહ્યા છીએ; તેથી આપણે આ શરીર બદલવું પડશે અને બીજું શરીર સ્વીકારવું પડશે અને બીજું બીજું શરીર સ્વીકારવું પડશે. ધારો કે હું આ રૂમમાં બેઠો છું, જો હું આ ઓરડો બદલું અને હું બીજા ઓરડામાં જઉં છું, એનો અર્થ એ નથી કે હું મારી બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ ગયો છું."
701231- ભાષણ શ્રી.ભા. ૬.૧.૪૫-૫૦ - સુરત‎