GU/710129 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે વાસ્તવમાં શાંતિ ઇચ્છતા હોવ, તો તમારે ભગવદ-ગીતામાં બતાવેલા શાંતિ સૂત્રને સ્વીકારવું પડે: કે કૃષ્ણ, અથવા ભગવાન, ભોક્તા, એક માત્ર ભોક્તા છે. તેઓ સંપૂર્ણ છે. જેમ કે આ શરીર સંપૂર્ણ છે: અંગો શરીરના ભાગ છે, પરંતુ આ શરીરનું વાસ્તવિક ભોક્તા પેટ છે. પગ ચાલી રહ્યા છે, હાથ કામ કરી રહ્યા છે, આંખો જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છે. તેઓ બધા પૂર્ણ શરીરની સેવામાં રોકાયેલા છે. પરંતુ જ્યારે ખાવાનો કે આનંદ માણવાનો સવાલ થાય છે ત્યારે આંગળીઓ કે કાન કે આંખો નહીં પણ માત્ર પેટ જ આનંદ લે છે. અને જો તમે પેટમાં ખોરાક પૂરો પાડો છો, તો આપમેળે, આંખો, કાન, આંગળીઓ - શરીરના કોઈપણ ભાગને સંતોષ થશે."
710129 - ભાષણ શ્રી મિત્રના ઘરે - અલાહાબાદ‎