GU/710216c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ગુરુ એક બદ્ધ જીવ ન હોઈ શકે. ગુરુ મુક્ત જ હોવો જોઇએ. કેમ કે કૃષ્ણના સંપૂર્ણ જ્ઞાન વિના, ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોના દૂષણથી મુક્ત થયા વિના... એક વ્યક્તિ પ્રકૃતિના આ ત્રણ ભૌતિક ગુણમાં મગ્ન હોવાને કારણે કૃષ્ણને સમજી શકતો નથી. અને કૃષ્ણ કહે છે, "જે મને યોગ્ય રીતે સમજે છે, તે તરત જ મુક્ત થઈ જાય છે." ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ (ભ.ગી. ૪.૯). જેમ આપણે દરરોજ આપણો પોશાક કે આપણાં જુદાં જુદાં શરીર બદલી રહ્યા છીએ, તેવી જ રીતે કૃષ્ણ કહે છે, ત્યક્ત્વા દેહમ."
710216 - કૃષ્ણ નિકેતન ખાતે ભાષણ - ગોરખપુર‎